*ગુજરાત નર્સીસ ,મિડવાઈફ્સ અને  હેલ્થ વિઝિટર્સ   એક્ટ 1968* ના નામ થી ઓળખાતો એક્ટ જેના દ્વાર ગુજરાત  કાઉન્સિલ  ની રચના થઇ છે અને તે એકટ ગુજરાત એક્ટ  24 ઓફ 1968 માં બનાવેલ છે . જે આપને  કાઉન્સિલ ની website  માં પણ મળી રહેશે અથવા ગુજરાત નર્સિંગ મિરર બ્લોગ શું છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ એક્ટ દ્વારા જાણી શકાશે .

આ એક્ટ ગુજરાત ના દરેક નર્સીસ ને લાગુ પડે છે .

આ એક્ટ ના આધારે ગુજરાત માં નર્સિંગ કાઉન્સિલ ની રચના કરવામાં આવે છે અને આ એક્ટ મુજબજ ગુજરાત નર્સીંગ કાઉન્સિલ નું ઈલેક્શન જાહેર થાય છે અને તેમાં એક્ટ માં દર્શાવ્યા મુજબ ના મેમ્બર  ગુજરાત માં નર્સિંગ વ્યવસાય માં જરૂરી સુધારા વધારા તેમજ નર્સિંગ સંસ્થાઓ માટેના  જરૂરી  નિર્ણય લેતા હોય છે .

હવે જાણીએ કે ટોટલ કેટલા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ માં કેટલા સભ્ય હોય છે

કાઉન્સિલમાં નીચેના સભ્યોનો સમાવેશ થશે,

A -હોદ્દેદાર સભ્યો એટલે કે  ex -officio મેમ્બર તરીકે ,

  1. આરોગ્ય અને તબીબી સેવાઓના નિયામક, ગુજરાત રાજ્ય
  2. નર્સિંગ સેવાઓના અધિક્ષક, ગુજરાત સરકાર;
  3. પ્રાદેશિક નર્સિંગ સુપરવાઇઝર, ગુજરાત સરકાર.

ટોટલ -3 સબ્ય પરંતુ ગુજરાત સરકાર માં હાલ માં Regional Nursing Supervisor અસ્તિત્વ માં નથી માટે 2- સભ્ય ex -officio મેમ્બર તરીકે ,

B – As elected members એટલેકે  ઈલેક્શન દ્વારા બની શકનાર સભ્ય

(i ) સેક્શન 12 માં ઉલ્લેખિત રજિસ્ટરમાં નોંધાયેલ નર્સો, મિડવાઇવ્સ અને આરોગ્ય મુલાકાતીઓ દ્વારા પસંદ કરવામાં આવનાર બે વ્યક્તિઓ તેમની વચ્ચેથી;

 એટલેકે સ્ટાફ નર્સ તરીકે જેનું નામ હોય તેમાંથી કોઈ 2 વ્યક્તિ સ્ટાફ નર્સ ની પોસ્ટ માટે ચુંટાઈ  ને આવી શકે અને તેને ફક્ત સ્ટાફ નર્સ દ્વારાજ વોટ કરી શકાય .

સ્ટાફ નર્સ ની પોસ્ટ -2

(ii ) સંલગ્ન સંસ્થાઓના વડાઓ દ્વારા તેમની વચ્ચેથી ચૂંટવામાં આવનાર એક વ્યક્તિ;

એટલેકે  નર્સિંગ ના કોર્સ ચલાવતી સંસ્થા ના head હોય તેમાંથી કોઈ એક વ્યક્તિ નું 1 પોસ્ટ માટે ઈલેક્શન થઇ શકે અને તેપોસ્ટ માટે ફક્ત તેઓમાંથીજ  તેઓનેજ  વોટ કરી શકે

એટલેક સંસ્થા ના હેડ ની 1- પોસ્ટ

(iii ) આ ઉપરાંત  3 સભ્ય નીચે મુજબ ત્રણ વ્યક્તિઓ ચુંટાઈ  શકે . જેમાં

       (a) જે તે હોસ્પિટલ ના મેટ્રન કે જેના હોસ્પિટલ માં  GNM સંસ્થ ના તાલીમાર્થીઓ તાલીમ લેવા આવતા હોય છે . આવી સંસ્થાઓના મેટ્રન માં થી 2 મેમ્બર ઇલેકટ  થતા હોય છે .  દરેક હોસ્પિટલ ના મેટ્રન કે જેને ત્યાં GNM  તાલીમાર્થીઓ આવતા હોય તેમાંથી  આ પોસ્ટ માટે ઈલેક્શન માં ઉભા રહી શકે છે ..

      (b ) તેવીજ રીતે જે તે હોસ્પિટલ ના મેટ્રન કે જેને ત્યાં ANM સંસ્થ ના તાલીમાર્થીઓ તાલીમ લેવા આવતા હોય છે . આવી સંસ્થાઓના મેટ્રન માં થી 1 મેમ્બર ઇલેકટ  થતા હોય છે . દરેક હોસ્પિટલ ના મેટ્રન કે જેને ત્યાં ANM તાલીમાર્થીઓ આવતા હોય તેમાંથી  આ પોસ્ટ માટે ઈલેક્શન માં ઉભા રહી શકે છે ..

એટલેક  1- પોસ્ટ સિસ્ટર ટયુટર ની

(v )   આ ઉપરાંત નોન નર્સિંગ સ્ટાફ ની પોસ્ટ માં ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા તેઓમાંથી કોઈ 1  સભ્ય ને પસંદ કરવામાં આવશે;

એટલે કે 1- પોસ્ટ ગુજરાત મેડિકલ કાઉન્સિલ સભ્યની

(vi) ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત પ્રાદેશિક શાખા દ્વારા તેના સભ્યોમાંથી એક વ્યક્તિ ચૂંટવામાં આવશે;

એટલે કે 1-પોસ્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના સભ્ય ની

(vil) ગુજરાત ની યુનિવર્સિટીઓની નર્સિંગ ફેકલ્ટીના સભ્યો દ્વારા કોઈ 1 વ્યક્તિને સિલેક્ટ કરી ને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ નો મેમ્બર બનાવવામાં આવે છે . પરંતુ હાલ માં યુનિવર્સીટી માં આવી કોઈ પોસ્ટ ના હોવાથી તેઓમાંથી કોઈ સભ્ય હોતું નથી ..

C- By GOVT NOMINATED MEMBERS

GUJARAT  સરકાર દ્વારા 3 સભ્ય ને નોમિનેટ કરવામાં આવે છે .

આથી ગુજરાત કાઉન્સિલ માં ટોટલ

3- ex -officeo મેમ્બર્સ

7- elected  મેમ્બર્સ

3- ગવર્નમેન્ટ nominated  મેમ્બર્સ

To download *ગુજરાત નર્સીસ ,મિડવાઈફ્સ અને  હેલ્થ વિઝિટર્સ   એક્ટ 1968* pdf just clikc below 

[real3dflipbook pdf=”https://gujaratnursingmirror.com/wp-content/uploads/2022/10/GNC-ACT.pdf”]

 

 

 

2 thoughts on “શું તમે જાણો છો  ?  શું છે ગુજરાત  નર્સીસ,મિડવાઈફ્સ એન્ડ હેલ્થ વિઝિટર્સ એક્ટ 1968? . જાણો ક્યાં એક્ટ દ્વારા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની રચના  થઇ છે ?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *