નર્સિંગ ના એડમિશન માં ચોઈસ ફીલિંગ કઈ રીતે કરવું ..

સરકારી સંસ્થા ની સીટ માટે આ નિયમ જાણવો જરૂરી છે નહીંતર સરકારી સીટ ગુમાવવી પડશે .

હાલમાંજ નર્સિંગ ના GNM & BSC NURSING કોર્ષ માટેનું મેરીટ બહાર પડેલ છે .

હવે મહત્વ નો પ્રથમ ચોઈસ ફીલિંગ રાઉન્ડ જાહેર થઇ ગયેલ છે .. જે નીચે પ્રમાણે છે . આ રાઉન્ડ માં માટેની સૌથી મહત્વ ના નિયમો જાણવા જરૂરી છે ,જે આપને પ્રથમ પ્રોગ્રામ ની નીચે વિગતવાર માહિતી આપેલ છે .

પ્રથમ રાઉન્ડ ઓનલાઇન ચોઈસ ફીલિંગ તા :-25/08/23 થી 31/08/23 બપોરના 03:PM  વાગ્યા પહેલા

જાણો હવે તમારે શું કરવું ..?

ધ્યાન થી વાંચજો નહીંતર ખુબજ મોટું નુકશાન થશે ..

શું છે મોક રાઉન્ડ ?:- મોક રાઉન્ડ એટલે કે ફક્ત પ્રેક્ટીસ રાઉન્ડ જેનાથી આપને કઈ રીતે ચોઈસ કરવી તે ખ્યાલ આવે છે .
 

નર્સિંગ ના એડમિશન માટે ના મોક રાઉન્ડ નું પરિણામ જાહેર થયું તે ફક્ત પ્રેકટીશ રાઉન્ડ માટેજ હતું .. મોક રાઉન્ડ કે પ્રેકટીશ રાઉન્ડ માં મળેલ એડમિશન માન્ય ગણાશે નહિ અને તેની માટે કોઈ આગળ પ્રોસેસ કરવાની નથી . મોક રાઉન્ડ તમને પ્રેકટીશ અને કઈ જગ્યાએ તમારું એડમિશન આવી શકે તેની સંભાવના બતાવે છે અને તે સંભાવના પણ 100 % સાચી હોતી નથી .મોક રાઉન્ડ માં મળેલ એડમિશન સાચું હોતું નથી. મોક રાઉન્ડ પછી 1st રાઉન્ડ આવશે જે સાચો રાઉન્ડ હોય છે ..

તો હવે તમારે શું કરવાનુઁ ?
મોક રાઉન્ડ પછી નર્સિંગ ના એડમિશન માટે પ્રથમ રાઉન્ડ ની જાહેરાત કરવામાં આવશે અને જો તમે પ્રથમ રાઉન્ડ માં ભાગ લેવાનું ભૂલી ગયા તો તમે મોક રાઉન્ડ માં કરેલ સંસ્થા ની ચૉઇસે ઓટોમેટિક લઇ લેશે અને જે તમારે માન્ય રાખવી પડશે અને જો તમારે સંસ્થા ની યાદી બદલાવવી હોય તો તમે પ્રથમ રાઉન્ડ માટે નવી યાદી બનાવી ને સબમિટ કરવાની રહેશે .. ત્યારબાદ પ્રથમ રાઉન્ડ નું પરિણામ આવશે જે ફાઇનલ હશે .

નોંધ :- “જો તમે મોક રાઉન્ડ ના પરિણામ ને ફાઇનલ ગણી ને જે તે સંસ્થા માં જશો તો તમને એડમિશન મળશે નહિ . તમારે પ્રથમ રાઉન્ડ ના પરિણામમાં જે સંસ્થા તમને મળે તેજ ફાઇનલ ગણાશે ..
જો તમને 1st round માં તમારી ગમતી સંસ્થામાં એડમિશન ના મળે તો તમે બીજા રાઉન્ડ કે જેને રિશફલિંગ રાઉન્ડ પણ કહે છે તેમાં સમંતિ આપી ને ભાગ લઇ શકો છો .

નીચેની પ્રોસેસ ને વાંચ્યા વગર એડમિશન પ્રક્રિયામાં ભાગ લેશો તો સરકારી સંસ્થા કે પસંદ ની સંસ્થા તમારા હાથ માં થી જઈ શકે છે …

ચોઈસ ફીલિંગ કરતાં પહેલા આ નિયમ વિષે જાણકારી ખુબજ જરૂરી છે અને જેણે પણ ફોર્મ ભરેલ છે તેની સુધી આ માહિતી પહુંચાડી ને તેમની મદદ કરશો ..
*ચોઈસ ફીલિંગ કઈ રીતે કરવું અને વિદ્યાર્થીઓ ક્યાં ભુલ કરે છે તેની વિશે જાણીએ*

ચોઈસ ફીલિંગ કરતા પહેલા તમારું ડિસિઝન જ પાક્કો હોવો જોઈએ જેથી કરી એલિજિબલ વિદ્યાર્થીને ગમતી જગ્યા પર એડમિશન મળી રહે અને સીટ ખાલી ના રહી ને સરકાર તેમજ વિદ્યાર્થીઓને નુકશાન ના થાય ..

ચોઈસ ફીલિંગ કરતા પહેલા નીચેના પોઇન્ટ ક્લિયર હોવા જોઈએ ..

1- મારે ક્યાં કોર્સ માં એડમિશન લેવું છે . BSc કે GNM . ( BSc ફકત science stream વિદ્યાર્થીઓજ કરી શકશે )
2- મારે ફક્ત સરકારી સંસ્થામાંજ એડમિશન લેવું છે ભલે તે BSc કે GNM કોર્ષ હોય અને આ કોર્ષ સિવાય ક્યાંય એડમિશન લેવું નથી .
3- મારે ફક્ત સરકારી કે પ્રાઇવેટ પરંતુ ઘરની નજીકજ એડમિશન લેવું છે .
4- મારે આ કોર્ષ નહિ તો બીજા કોષ માં ફક્ત સરકારી સંસ્થા માં જ એડમિશન લેવું છે .
ઉપરના તમામ પોઇન્ટ માટે ફેમિલી સાથે ચર્ચા કરીનેજ ચોઈસ ફીલિંગ કરવું

સૌ પ્રથમ તમારે જે કોર્ષ માં એડમિશન લેવું છે તે તમામ BSc કે GNM સરકારી સંસ્થા ની દરેક ને ઘર ની નજીક અથવા ગમતી સંસ્થા ને ચોઈસ કરવી . એક પણ સરકરી સંસ્થા બાકી ના રહે .. સૌ પ્રથમ BSc nursing ની તમામ સરકારી સંસ્થા અને ત્યારબાદ GNM ની તમામ સરકારી સંસ્થા .

બીજું જો તમારે ઘરની નજીકજ સંસ્થા લેવી હોય તો સૌ પ્રથમ ઘરની નજીક ની સરકારી ત્યારબાદ પ્રાઇવેટ સંસ્થા ની ચોઈસ ફીલિંગ કરવું અને ત્યારબાદ તમારી જરૂરિયાત મુજબ ની મિનિમમ 100 થી 150 સંસ્થા ની ચોઈસ ફીલિંગ કરવી આવશ્યક છે ..

હવે જાણો નિયમ કે જો તમને આ નિયમ ની ખબર નહિ હોય તો તમે તમારી ગમતી સીટ ગુમાવી શકો છો .

ઉદાહરણ 1:- માનો કે તમે ફક્ત તમે 10 સંસ્થા જ ચોઈસ કરી કે જેમાં તમારી ગમતી 5 સરકારી અને 5 પ્રાઇવેટ સંસ્થા છે . માનો કે તમારું મેરીટ સારું છે અને તમને તમારી ગમતી સંસ્થા મળી જાય છે તો કોઈ ISSUE નથી પરંતુ જો ના મળે તો તમે NEXT Reshuffling પ્રક્રિયા એટલેકે બીજા રાઉન્ડ માં તમને તમારી ચોઈસ કરેલ સંસ્થા માં થી મળેલ સંસ્થા થી ઉપરનીજ સંસ્થા મળી શકે . બીજા રાઉન્ડ માં જો તમે બીજી 10 સિવાય ની સંસ્થા ચોઈસ કરશો પણ પહેલા રાઉન્ડમાં માં તમારા મેરીટ માં ના મળતી સંસ્થાજ માંજ તમને એડમિશન મળી શકશે . માનો કે તમારા મેરીટ માં પહેલા રાઉન્ડ માં 10 સીવાયની બીજી 50 સંસ્થા જો ચૉઇસે કરી હોત તો એડમિશન મળી શકે તેમ હતું પરંતુ તમે ચોઈસ ના કરી . *નિયમ એવું કે છે કે એકવાર ઓફર થયેલ સંસ્થા બીજી વાર ઓફર ના થાય એટલેકે બીજા રાઉન્ડ માં તમે 10 સિવાય ની જે 50 સંસ્થા માંથી ચોઈસ કરો તો પણ તમને મળી શકે નહિ* ..

*માટે 100 થી 150 સંસ્થા મિનિમમ તમારી ગમતી અને જરૂરિયાત વાળી કર્માનુસાર ચોઈસ ફીલિંગ કરવું ખુબજ જરૂરી છે.*

ઉદાહરણ 2:- તમને ગમતી સંસ્થા માં તમને સીટ મળી ગઈ ત્યારબાદ હેલ્પ સેન્ટર જઇને એડમિશન ઓર્ડર લેવાથી એ જગ્યા તમારા માટે ફિક્સ થઇ ગઈ અને જે તે સંસ્થા માં હાજર થવા માટેની સુચના એડમિશન ઓર્ડર માં લખેલ પ્રમાણે અનુસરવું ,, જો તમે હેલ્પ સેન્ટર પર જઇને ઓરિજિનલ ડોકયુમેન્ટ જમા કરાવીને એડમિશન ઓર્ડર લેશો નહિ તો તમારું એડમિશન ગણાશે નહિ અને તમને મળેલ સંસ્થા નું એડમિશન ઓટોમેટિક કેન્સલ થઇ જશે ..

ઉદાહરણ 3:- બીજા રાઉન્ડ માં ભાગ લેવા તમારે ઓનલાઇન મંજૂરી આપવાની હોય છે અને ચોઈસ ફિલિંગ કરવાની રહે છે . હવે જયારે તમે બીજા રાઉન્ડ માં ભાગ લ્યો છો અને તમે ચોઈસ ફીલિંગ કરેલ સંસ્થામાં તમને એડમિશન મળે ત્યારે ઓટોમેટિક 1st રાઉન્ડ વાળી સંસ્થામાંથી એડમિશન કેન્સલ થઇ જશે . પછી તમારે જુની સંસ્થામાંજ એડમિશન જોતું હોય તો પણ પાછું મળી શકે નહિ . માટે બીજા રાઉન્ડ માં સમજી વિચારીને ભાગ લેવો અને સમજીને સંસ્થાની ચોઈસ કરવી ..

ઉદાહરણ 4:-જો તમને પહેલા કે બીજા રાઉન્ડ માં મળેલ સંસ્થા માં એડમિશન નથીજ જોઈતું તો તમે ત્રીજા રાઉન્ડ પહેલાજ તમે એડમિશન કમિટી ની સુચના અનુસાર આપેલ તારીખ પહેલા એડમિશન હેલ્પ સેન્ટર ઉપર જઈ ને કેન્સલ કરાવી ને તમારા ઓરિજિનલ માર્કશીટ અને ડોકયુમેન્ટ લઇ લેવા . જો તમે એડમિશન કેન્સલ કરાવશો નહિ તો જે તે સંસ્થા માં તમારું એડમિશન બોલાશે અને તમારા ઓરિજિનલ માર્કશીટ અને ડોકયુમેન્ટ મળવા પાત્ર થશે નહિ ..
ઘણી પ્રાઇવેટ સંસ્થા તમારી પાસે એડમિશન કેન્સલ કરવા અંતે 3 વર્ષ ની ફી વસુલી શકે છે કારણકે ત્રીજા રાઉન્ડ પછી સંસ્થા ની સીટ વિદ્યાર્થીની ભુલ ના કારણે ખાલી રહી માટે તેઓ 3 વર્ષ કે 4 વર્ષ ની ફી વસુલી કરતા હોય છે અને ત્યારબાદજ આપના ઓરિજિનલ માર્કશીટ અને ડોકયુમેન્ટ મળે છે .

🙏જો ઉપરની માહિતી ને ધ્યાન થી વાંચવી અને દરકે તમારા મિત્રો અને જે પણ લોકીએ ફોર્મ ભરેલ હોય તેમની સાથે share કરશો જેથી કોઈ પણ વિદ્યાર્થીને મળી શકનાર સીટ ફક્ત ખોટું ચોઈસ ફિલિંગ થી મળવા પાત્ર રહેતી નથી અને સરકારી અને પ્રાઇવેટ સંસ્થા ની સીટ ખાલી રહે છે . હવે મને વિશ્વાસ છે કે આ નિયમ જાણ્યા પછી કોઈજ સરકારી કે પ્રાઇવેટ સીટ ભુલ થી ખાલી રહેશે નહિ અને જે જરૂરિયાત વાળા વિદ્યાર્થી છે તેમને મળી શકે.🙏

નોંધ :-ઓફર લેટર લઇ ને જ્યાં સુધી એડમિશન કમિટી ના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવીને હેલ્પ સેન્ટર પર ઓરિજિનલ પ્રમાણપત્રો આપીને એડમિશન ઓર્ડર લેશો નહિ ત્યાં સુધી એડમિશ ફાઇનલ ગણાશે નહિ .

નોંધ :- જ્યાં સુધી બધા રાઉન્ડ પુરા ના થાય ત્યાં સુધી ફી ફકત એડમિશન કમિટી ના એકાઉન્ટમાંજ ભરવી .

વધુ અને 100% સત્ય માહિતી માટે એડમિશન કમિટી ની વેબસાઇટની માહિતીજ ફાઇનલ ગણાશે . અહીં તમને ફક્ત સમજણ માટેજ માહિતી આપેલ છે . અલગ અલગ પરિસ્થિતિમાં માહિતી નો અર્થ બદલાઈ શકે છે . માટે એડમિશન કમિટી ની વેબસાઈટ ને ચેક કરતા રેહવું .. તેમજ નીચે ની લિંક દ્વારા તમે મોક રાઉન્ડ કઈ રીતે કરવો તેની ઓફિસિયલ pdf ડાઉનલોડ કરી ને અભ્યાસ કરી શકાશે .

MOCK ROUND 👉🏻PDF MOCK ROUND CHOISE
એડમિશન કમિટી વેબસાઈટ :- 👉🏻CLICK

તમારે તમારા ઘરની નજીક કઈ સંસ્થા છે તેની ફી જણાવી હોય તો નીચેની લિંક ક્લિક કરો . CLICK HERE

જો તમારે કોઈ સવાલ કે મુંજવણ હોય તો અમને અમારા ઈમેલ  gujaratnursingmirror@gmail.com ઉપર લખીને પુછી શકો છો .

તમને જો આ માહતી પસંદ આવી  હોય તો આ સબ્સ્ક્રાઇબ ચોક્કસ કરજો અને આ બ્લોગ ની લિંક Share  ચોક્ક્સ નર્સિંગ ના સભ્યમાં કરજો .. દરેક નર્સિંગ ના વ્યક્તિ પાસે આ વિશેની માહિતી ચોક્કસ હોવી જોઈએ .

https://www.facebook.com/groups/gujaratnursingmirror/

Follow us on Instagram – https://www.instagram.com/gujaratnursingmirror/

subscribe us for regular update of nursing https://gujaratnursingmirror.com/

જો તમને આ ટોપિક માં કોઈ ભૂલ લગતી હોય કે સમજવામાં તકલીફ પડતી હોય તો અમને gujratnursigmirror@gmail.com ઉપર ઇમેઇલ કરી ને અમને  ચોક્કસ જણાવજો.

નર્સિંગ ના એડમીશન માટે ની જાહેરાત- 2022-23

One thought on “જો આ નિયમ જાણ્યા વગર નર્સિંગ માં ચોઈસ ફીલિંગ કરશો તો ખુબજ મોટું નુકશાન થશે .”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *