મારા વ્હાલા નર્સીસ બહેનો અને ભાઈઓ

આ વર્ષે ગુજરાત ના ફ્લોરેન્સ નાઇટિંગલ રાષ્ટ્રપતિ એવોર્ડ 2021 ના વિજેતા 3 છે. ગુજરાત સરકાર દ્વારા નોમિનેટ કરેલ 2 નર્સીસ છે અને 1 વેસ્ટર્ન રેલ્વે દ્વારા નોમિનેટ થયેલ છે .આમ ગુજરાત ના ટોટલ 3 નર્સીસ ને ફ્લોરેન્સ નાઇટિંગલ રાષ્ટ્રપતિ એવોર્ડ 2021 મળેલ છે . ગુજરાતને અને ગુજરાતની તમામ નર્સીસને ગર્વ લેવા જેવી વાત છે.

  •  આપણા શ્રીમતી વર્ષાબેન રાજપૂત, મેટ્રન શ્રી, ગોત્રી હોસ્પિટલ, વડોદરાને નર્સીસના જીવનોનો સર્વોત્તમ અને ઉતકૃષ્ઠ કામગીરી બદલ અપાતો ફ્લોરેન્સ નાઈન્ટીન્ગલ રાષ્ટ્રપતિ એવોર્ડ -2021 મળેલ છે.
  • આપણા શ્રી ચતુરભાઈ દાફડા, સ્ટાફ બ્રધર, સર ટી. હોસ્પિટલ, ભાવનગર ને પણ નર્સીસના જીવનોનો સર્વોત્તમ અને ઉતકૃષ્ઠ કામગીરી બદલ અપાતો ફ્લોરેન્સ નાઈન્ટીન્ગલ રાષ્ટ્રપતિ એવોર્ડ -2021 મળેલ છે.
  • તેમજ વેસ્ટર્ન રેલવે માં નોકરી કરતા એવા શ્રી જોનીલ એલ્વિન મેકવાન ને પણ નર્સીસના જીવનોનો સર્વોત્તમ અને ઉતકૃષ્ઠ કામગીરી બદલ અપાતો ફ્લોરેન્સ નાઈન્ટીન્ગલ રાષ્ટ્રપતિ એવોર્ડ -2021 મળેલ છે.

આ પ્રસંગે ના સેલિબ્રેશન રૂપ પહેલીવાર ગુજરાત માં એક સાથે ગુજરાતના નર્સીસના નેતા તથા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ના ઉપ પ્રમુખ ઇકબાલ કડીવાલા અને જીતેન્દ્ર મેહ તથા ટી.એન.એ.આઈ. ની ટિમ દ્વારા બધાજ નર્સીસ ને મંગળવારે તા: 8.11.2022 એ સવારે 8.00 વાગ્યાથી આપણા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રીઓના રાષ્ટ્રપતિ હસ્તક એવોર્ડ સ્વીકારતો ફોટો પોતાના સ્ટેટસ પર 24 કલાક માટે રાખીયે અને એક નર્સ તરીકે આપણે તેને સન્માન આપીએ એવી અપીલ કરવામાં આવેલ અને બધાજ નર્સીસ દ્વારા ખુબજ ઉત્સાહ પુર્વક અને માનપુર્વક તેઓના ફોટો રાખેલ જેનું સમગ્ર ગુજરાત નર્સિંગ પરિવાર ને ગર્વ છે .

ગુજરાત નર્સીંગ મિરર દ્વારા આવા નર્સિંગ ની પ્રતિભાશાળી વ્યક્તિવ વિષે જાણવા અને દરેક નર્સીસ તેના જીવનમાંથી પોઝિટિવ પોતાના જીવન માં ઉતારે એ હેતુ થી આજે
આપણે શ્રી દાફડા ચતુરભાઈ ખીમાભાઈ ના નર્સિંગ જીવન વિષે થોડું તેમનાજ શબ્દો માં જાણીએ .

1.આપની વિશે ટૂંકમાં જણાવો
મારૂ પૂરુંનામ દાફડા ચતુરભાઈ ખીમાભાઈ છે. મારૂ વતન અમરેલી જિલ્લાનું નાનું એવું રમણીય ગોકુળિયું સણોસરા ગામ છે. માતા પિતા ગામની મીઠી સુગંધ ધરાવતી માટી સાથે ખેત મજૂરી કરે છે. મારે બે ભાઈ અને બે બહેન છે.

2. આપે નર્સ બનવાનું કેમ પસંદ કર્યું અને કયારે આપ નર્સિંગ જેવા મહાન વ્યવસાય માં આવ્યા ?
બાળપણથીજ મને મેડિકલ ફિલ્ડ ખુબજ પ્રિય હતો. હું નાના હતો ત્યારે ઘણી બધી દવાઓ ના નામ યાદ રાખતો. સાચી સેવા કરવા માટે નર્સિંગ ફિલ્ડ સિવાય કોઈ શ્રેષ્ઠ વ્યવસાય ન કહેવાય. વર્ષ ૧૯૯૯ માં GNM Sir.T G Hospital, Bhavnagar થી પૂર્ણ કરેલ ત્યાર બાદ વર્ષ 2007 માં P.B.BSc સિવિલ હોસ્પિટલ અમદાવાદ થી પૂર્ણ કરેલ છે.

3.નર્સ તરીકેનો તમારો વ્યાવસાયિક અનુભવ શું છે?

કુલ 23 વર્ષના અનુભવમાં મે ૨૨ વર્ષ સુધી દર્દીઓ ની સાથે રહી ક્લિનિકલ સેવાઓ આપી છે. ૧ વર્ષ tutor તરીકે સેવા આપી છે. હાલ Sir.T.G.Hospital, Bhavnagar ખાતે Casualty department માં સેવા બજાવી રહ્યો છું.

4. આપના શોખ વિષે જણાવો.
મને વાંચન લેખનનો શોખ પહેલેથી છે.ઉપરાંત રમતગમતમાં Hockey મારી ગમતી રમત છે જે હું રાજ્ય કક્ષા સુધી રમેલ છુ. સંગીત અને દોસ્તો સાથે અલક મલક ની વાતો કરવી ખૂબ ગમે છે.

5. આપની એક સ્ટાફ નર્સ થી Florence nightingale award સુધી ની સફર વિશે જણાવો.

૯-૯-૧૯૯૯ માં GNM પૂરું કરી ૧૦-૦૯-૧૯૯૯ માં મે વડોદરા ખાતે Mordern Petrofils માં Industrial Hopsital માં ફરજો બજાવેલ. ત્યારબાદ Swil Copper Industrial Hopsital માં Bharuch ખાતે ફરજ બજાવેલ. વર્ષ 2001 થી 2007 સુધી Birla Copper Industrial Hopsital માં Bharuch ખાતે ફરજ બજાવેલ. વર્ષ 2008 માં વડોદરા ખાતે NrupurNursing Academy માં Tutor તરીકે ફરજ બજાવેલ.
૨૦૦૮ થી 2021 સુધી બોટાદ જિલ્લામાં CHC Paliyad ખાતે ફરજ બજાવેલ.હાલ Sir.T.G. Hospital Bhavnagar ફરજ પર છુ. તા.૦૯.૦૩.૨૦૨૧ થી Sir.T Hospital, ભાવનગરમાં Casualty વિભાગમાં ફરજ બજાવું છુ.

6. દૈનિક ધોરણે તમારું રૂટિન શું છે?
સવારે ૫:૩૦ વાગ્યે જાગીને સવારમાં થોડું walking કરું છુ. બાળકોને સ્કૂલ જવામાટે તૈયાર કરી સ્કૂલ રવાના કરીને પછી હોસ્પિટલ જવા નિકળું છુ. ડ્યૂટિ પૂરી કરીને બપોરે થોડો આરામ કરીને બાળકોને સાંજે અભ્યાસ કરવું છુ. મારા પત્ની પણ હોસ્પિટલ મે સ્ટાફનર્સ તરીકે જોડાયેલ હોવાથી થોડું ઘણું ઘરકામમાં મદદ કરું છુ.મને બધીજ રસોઈ બનાવતા આવડે છે.બપોરે કે સાંજે થોડો ટીમે મળે તો બાળપણના દોસ્તો સાથે અલકમલક ની વાતો કરું છુ. Youtube માં મેડિકલ ટોપિક રિવીજન કરું.સાંજે થોડું walking કરીને પછી ૧૦ થી ૧૦.૩૦ સુધીમાં આરામ કરી જાવ.

7. ઇમરજન્સી અને દરેક નર્સિંગ નું કાર્ય તેમજ આપાતકાલીક સ્થિતિઓ અને વર્કલોડને નિયંત્રિત કરવાની તમારી રીત જણાવો.
Corona જેવા કપરા કાળમાં આપણી ક્ષમતાની ખરેખરી કસોટી લેવાય ગય હતી. હું ત્યારે બોટાદ જીલ્લામાં હતો અને ત્યાં એક પણ મોટી હોસ્પિટલનું setup નહતું. જેથી હોસ્પિટલનું setup સાળંગપુર કષ્ટભંજનદેવ મંદિર માં વ્હાઇટ હાઉસમાં ઊભું કરવા માટે કલેક્ટર શ્રી, RMOસીર, અને CDMO madam દ્વારા hospital setup ઊભું કરવા માટે મને અને incharge શ્રી સાકરીબેનને સોપેલ. હોસ્પિટલમાં ટાંચણીથી લયને ventilator, Oxygen સુધીને વ્યવસ્થા ૧૦ દિવસમાં રાતદિવસ એક કરીને ઊભું કરીને હજારો દર્દીઓના જીવ બચવાવ સહભાગી થયેલ. Staff shortageને પોહચી વળવા આજુબાજુના CHC/PHCમાથી staff નું management એટલી કુશળતાથી કરેલ કે કોઈsatffને corona ward માં કામ કરવામાં અણગમો ન હતો. રહેવા જમવાની સુવિધા સાથે દરેક પ્રશ્નોનાં solution અમોએ આપેલ. SetUp incharge તરીકે હું હોવાંછતાં મે એક દિવસ એવો નહીં હોય કે kit પહેરીને દર્દીની સારવાર નહીં કરી હોય.

8. આજ સુધીની તમારી નર્સિંગ જીવન માં શું બદલાવ અને સિદ્ધિઓ કઈ છે?
આમ જોઇએ તો nursing એ ખુબજ વિશાળ દરિયા જેવડો ફીલ્ડ છે અને બદલાવ એ પ્રકૃતિનો નિયમ છે. જેમાં જરૂરત મુજબ નર્સિંગ માં બદલાવ રિસર્ચ થતાં રહે છે. Nursing fieldમાં આવ્યાબાદ મારામાં ઘણો બદલાવ જોવા મળ્યો છે. અન્ય વ્યક્તિ સાથે નો વ્યવહાર ખાસ ભાગ ભજવે છે અને વિશ્વાસ કેળવવો એ ખુબજ મહત્વનું છે. સમાજમાં આપણી પ્રતિષ્ઠા, પ્રાતિભાવ ખૂબ જરૂરી છે. ક્યારેક બજારમાં વસ્તુ ખરીદી કરવા જઈએ અને દુકાનદાર પૈસા લેવાની ના પડે એ બધુ આપણે કરેલ સમાજ ને દર્દીની સેવાની સિદ્ધિઓ છે॰

9. અમને એવી સિદ્ધિ વિશે કહો જેનો તમને સૌથી વધુ ગર્વ છે.
સિદ્ધિઓ કરવામાટે કોઈ સમય ના હોય એતો સમય સાથે બનતી એક ઘટના છે. જેમાની એક ઘટના મને આજ દિન સુધી યાદ છે કે મારી રાતપાળી duty હતી. રાત્રે ૧૧.૩૦ વાગ્યે ગામની વાડીએથી કોઇકે ફોન કરીઑ કે એક મજૂરને સાપ દંસ થયુ છે ને બે ભાન છે. વાહન ની વ્યવસ્થા થતી નથી ત્યારે હું અને ડૉ.કાથડ સાહેબ અમારી Alto Car સાથે Intubation tray સાથે ત્યાં પોહચીને દર્દીને Intubation કરીને હોસ્પિટલ લાવ્યા. એ દર્દીને બીજા દિવસે અમોએ જીવતો ચાલતા ઘરે મોકલેલ.

10. કોવીડ -19 ને ધ્યાન માં લઇ ને નર્સિંગ જીવન તેમજ કાર્યશૈલી માં કોઈ બદલાવ જોવો છો ?
Covid-19 ને ધ્યાનમાં રાખીને nursing જીવનની વાત કરું તો coronaકાળ દરમિયાન ખરેખર આપણું મહત્વ કેટલું છે એ સમાજ – સરકારને સમજાયું છે. અત્યાર સુધી આપણે જે કામ કરતાં હતા એ સુષુપ્ત અવસ્થામાં હોય આવું લાગતું હતું જે હવે ઉજાગર થયુ છે.

11. 12 મે ઇન્ટરનેશનલ નર્સીસ ડે , ફ્લોરેન્સ નાઇટિંગલ ડે ના દિવસે આપનો મેસેજ નર્સિંગ પ્રોફેશનલ અને નર્સિંગ ના વિદ્યાર્થીઓ માટે.
મારો એકજ સંદેશ છે કે જે કઈ કરીયે એ દિલથી કરવું. ભવિષ્યના વિચારમાં આપણે આજને જીવતા નથી, આગળ શું કરવું? આગળ શું મેળવવું ? ની દોડમાં આપણે અત્યારે જે આપણી પાસે છે તેને નથી અનુભવી શકતા.
નર્સિંગ માં strong leadership power ભવિષ્ય માટે જોવા માગું છુ. હાલની સ્થિતિમાં આપણાં leader છે. તેવા લીડર ભવિષ્યમાં જોવા માગું છુ. Nursing Profession પોતાનું status જાળવી રાખે. Unity જળવાય એ ખુબજ મહત્વનુ છે.

આભાર

સી.કે.દાફડા
Staff Brother
Sir T G Hospital Bhavnagar
Proud to be a Nurse

 

ફરી આપણે બીજા ફ્લોરેન્સ નાઈટીંગલ એવોર્ડ વિજેતા ના જીવન વિષે જાણીશું ..જો આપ ઇચ્છતા હો કે કોઈ એવી નર્સિંગ પર્શનાલીટી ને જાણતા હોય અને તેમના પ્રોફેશનલ લાઈફ થી બીજા નર્સીસ માટે પ્રેરણાદાયક બની રહેશે તો અમને ચોક્કસ થી જાણવશો..

તમને જો આ માહતી પસંદ આવી  હોય તો આ સબ્સ્ક્રાઇબ ચોક્કસ કરજો અને આ બ્લોગ ની લિંક Share  ચોક્ક્સ નર્સિંગ ના સભ્યમાં કરજો .. દરેક નર્સિંગ ના વ્યક્તિ પાસે આ વિશેની માહિતી ચોક્કસ હોવી જોઈએ .
https://www.facebook.com/groups/gujaratnursingmirror/
Follow us on Instagram – https://www.instagram.com/gujaratnursingmirror/
subscribe us for regular update of nursing https://gujaratnursingmirror.com/
જો તમને આ ટોપિક માં કોઈ ભૂલ લગતી હોય કે સમજવામાં તકલીફ પડતી હોય તો અમને gujratnursigmirror@gmail.com ઉપર ઇમેઇલ કરી ને અમને  ચોક્કસ જણાવજો.

Whatsapp link

http://wa.me/+919662014445

join whatsapp  Mirror group.png

Subscribe link

subscribe  gujarat nursing mirror.png

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *