12 મે ઇન્ટરનેશનલ નર્સીસ ડે, ફ્લોરેન્સ નાઇટિંગલ ડે ના દિવસે ગુજરાત નર્સિંગ ના એક આઇકોનિક અને ડાયનેમિક પર્સોનાલીટી વિષે જાણીએ, જે ગુજરાતના દરેક નર્સિંગ પ્રોફેશનલ અને નર્સિંગ સ્ટુડન્ટ માટે ખુબજ પ્રેરણાદાયી છે. જેમની પાસે નર્સિંગ નો ખુબજ બહોળો અનુભવ છે, જેમની માથે ગુજરાતની દરેક નર્સીસ ની રજીસ્ટ્રેશન ની જવાબદારી છે દરેક નર્સિંગ સ્કૂલ ની માન્યતા તથા પરીક્ષા ની જવાબદારી છે. સરકાર સાથે નર્સિગ ની બાબત માં ખુબજ સારું સંકલન કરનાર એવા નર્સિંગ પ્રોફેશન માં એક રિસ્પેક્ટેડ નામ એટલે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ના ડાયનેમિક પર્સોનાલીટી ડો. પ્રજ્ઞા ડાભી મેડમ, રજીસ્ટ્રાર – ગુજરાત નર્સિંગ કાઉન્સિલ. ચાલો આજે જાણીએ 12th May તમની વિશે વધુ.
PERSONALITY OF THE MONTH
DR. PRAGNA DABHI ( REGISTRAR – GUJARAT NURSING COUNCIL
1.મેડમ આપની વિશે ટૂંકમાં જણાવો
હું રાજકોટ જિલ્લાના ધોરાજી ગામની વતની છું. મારા પિતા ડેન્ટિસ્ટ અને મારા માતા નર્સિંગ ટ્યુટર છે. મારા માતા શ્રીમતી ત્રિવેણીબેન છાટબાર ગુજરાત રાજ્ય સરકારમાં નર્સિંગ સ્કૂલ માં નર્સિંગ ટ્યુટર તરીકે ફરજ બજાવી રિટાયર્ડ થયેલ છે. મારે એક બહેન અને એક ભાઈ છે
2. મેડમ આપે નર્સ બનવાનું કેમ પસંદ કર્યું અને કયારે આપ નર્સિંગ જેવા મહાન વ્યવસાય માં આવ્યા ?
મારા કુટુંબ માં મેડિકલ પ્રોફેશનનુ વાતાવરણ હતું.મારા પપ્પા ઇચ્છતા હતા કે દીકરી પગભર હોય તો કદી દુઃખ ન થાય. તેમની એવી દ્રષ્ટિ હતી કે નર્સિંગ વ્યવસાય એ દીકરીઓ માટે શ્રેષ્ઠ વ્યવસાય છે. મારી મોટી બહેનોએ પણ નર્સિંગ કરેલ. મે વર્ષ 1992મા જી.એન.એમ. કોર્સ માં ગવર્મેન્ટ નર્સિંગ સ્કૂલ, રાજકોટમાં એડમીશન લીધેલ હતું અને 1995 માં જી.એન.એમ. પૂર્ણ કરેલ.
3.નર્સ તરીકેનો તમારો વ્યાવસાયિક અનુભવ શું છે?
- 13 વર્ષ ક્લિનિકલ
8 વર્ષ ટીચીંગ
2016 થી રજિસ્ટ્રાર, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તરીકે ફરજ બજાવુ છું.
4. આપના શોખ વિષે જણાવો.
- મારો શોખ નવું નવું શીખવાનો, જાણવાનો, તે મુજબ કાર્ય કરવાનો, મ્યુઝિક સાંભળવાનો અને સારાં વિચારકને સાંભળવાનો છે.
5. આપની એક સ્ટાફ નર્સ થી ગુજરાત કાઉન્સિલ ના રજીસ્ટ્રાર સુધી ની સફર વિશે જણાવો
- 1995 માં જી.એન.એમ પૂર્ણ કર્યા બાદ મે સ્ટાફ નર્સ તરીકે ગોંધીયા હોસ્પિટલ (હાલ વોકાર્ડ) માં ન્યુરો I.C.U. માં ફરજ બજાવી ત્યારબાદ B.A.G.H. વડોદરા ખાતે તમામ O.T. ( Neuro, Uro, General, Gynec, Ortho, Cardiac ) માં મે ફરજ બજાવેલ છે. L.G. Hospital માં એક વર્ષ સ્ટાફ તરીકે ફરજ બજાવેલ છે. વર્ષ 2000 માં મને C.H.C Dholka (ગવર્નમેન્ટ ઓફ ગુજરાત ) માં જોબ મળી. એક વર્ષ C.H.C માં ફરજ બજાવ્યા બાદ મારી બદલી હોસ્પીટલ ફોર મેન્ટલ હેલ્થ, અમદાવાદ થઈ અને 8 વર્ષ મે આ હોસ્પીટલમાં મારી ફરજ બજાવેલ છે. ત્યારબાદ મે નર્સ પ્રેક્ટિશનલ મીડવાઇફરી કોર્ષના કો ઓર્ડીનેટર, ડેમોન્સ્ટ્રેટર અને લેક્ચરર તરીકે અમદાવાદ નર્સિગ કોલેજમાં મારી ફરજ બજાવેલ.
6. દૈનિક ધોરણે તમારું રૂટિન શું છે?
- હું સવારે 6 કલાકે ઉઠું છું. મેડીટેશન અને યોગા કરું છું. ત્યારબાદ ચા – નાસ્તો હું અને મારો દીકરો સાથે બનાવીએ છીએ. રેડીયો સાંભળવાનો મારા માટે આ બેસ્ટ time છે. દિવસનો right tone આ સાથે સેટ થાય છે. ખૂબ જ મસ્તી મજાક ગમ્મત સાથે નાસ્તો કરીએ. મોટા ભાગે મારે વ્યસ્તતાના લીધે નાસ્તા પર મોટો આધાર રહે છે ! ઘરનું રૂટિન વર્ક પતાવી ઓફિસ. સાંજે આવીને થોડું વાંચન કરું.પરિવાર સાથે સમય કંઈક ખરીદી કરવા જવાનુ હોય તો તે માટે જવ. (હાલ તો લોકડાઉનમાં બંધ છે : ) ) બીજું એક ખાસ વાત સવારે હું મારા mobileમાં દિવસના કામ કરવાના હોય તેની Note બનાવું છું. જેમ જેમ કામ થતાં જાય તેના પર ટીક કરું છું. જેથી કરી કોઈ કામ દિવસ દરમિયાનનું બાકી ન રહી જાય. મને ઊંઘ ખૂબ જ પ્રિય છે. રાત્રે 10 કલાકે ઉંઘી જવ. હંમેશ sound sleep !
7. ગુજરાત ની દરેક નર્સિંગ સંસ્થા , માન્યતા , નર્સિંગ પરીક્ષા તેમજ નર્સિંગ રજીસ્ટ્રેશન , આ દરેક કાર્ય, આપાતકાલીક સ્થિતિઓ અને વર્કલોડને નિયંત્રિત કરવાની તમારી રીત જણાવો.
- મારી વિચારધારા મુજબ હું હંમેશા બધાને સાથે લઈને ચાલુ છું. કાર્યને સમજું છું અને જેમને કાર્ય કરવાનુ છે તેમને પણ સમજવાનો પ્રયાસ કરું છું. જે કાર્ય કરવાનું છે તેને વધુ ને વધુ સરળ કઈ રીતે કરવું તે જાણી અને Frame કરું છું. કાર્ય સાથે જોડાયેલ તમામને તેનાથી માહીતગાર કરું છું છતાં ક્યાંક મૂંઝવણ હોય તો કોઈપણ હિચકીચાટ વગર સીધા મને મળી અને પુછી શકે તેવા અભિગમ રાખું છું. અમલીકરણમાં કોઈનાથી ભૂલ થાય તો હકારાત્મક વલણથી એને solve કરું છું અને ભૂલના કારણો જાણી ભવિષ્યમાં આવી ભૂલ અન્યથી ના થાય તે તકેદારી રૂપે તેને પોલિસીમાં એડ કરું છું.
8. આજ સુધીની તમારી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ માં શું બદલાવ અને સિદ્ધિઓ કઈ છે?
- ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં જ્યારે હું હાજર થઇ ત્યારે પ્રથમ દ્રષ્ટિએ જ મારો target set થઈ ગયો તે તેના infrastructureના organizationનો લગભગ ત્રણ મહિનામાં Physical set up change થયું. મારા કોઈ પણ ડેવલપમેન્ટના વિચારમાં હાલની કાઉન્સિલ ટીમનો પૂરો સહકાર રહ્યો છે. Physical set up માં નીચે મુજબના changes થયાં.
1. ડિપાર્ટમેન્ટ પ્રમાણે પાર્ટીશન
2. ડિપાર્ટમેન્ટના સ્તરોને યુઝ
3. Conference Room
4. રજીસ્ટ્રેશન માટેની વિન્ડો
5. વીઝીટર્સ માટે બેસવાની, પાણી પીવાની વગેરે વ્યવસ્થાઓ
6. ઓફિસ રેકોર્ડની યોગ્ય જાળવણી માટેની વ્યવસ્થા.
- E- Paper Examination system
- Special security features વાળા રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ
- Streamline, Foreign verification, Provisional registration certificates and other administrative process.
- ગુજરાત નર્સિંગ કાઉન્સિલની ડાયનામિક વેબસાઇટનુ ડેવલપમેન્ટ.
7. ગુજરાત ડિજીટલ એકેડેમી ફોર મેન્ટલ હેલ્થ ઇકો ઇન્ડિયાના સહકારથી ગુજરાત રાજ્યના નર્સિસને covid-19 અંતર્ગત ટ્રેનિંગનુ આયોજન.
9. અમને એવી સિદ્ધિ વિશે કહો જેનો તમને સૌથી વધુ ગર્વ છે.
- આમ તો ઈશ્વરના આર્શીવાદ અને નર્સિંગ પરીવારની લાગણી થી મને ગર્વ થાય તેવી ઘણી બાબતો છે પરંતુ વધુ ગર્વ મને GUJARAT NURSING COUNCIL માં E-PAPER SYSTEM ના સફળતા પૂર્વક અમલીકરણ નો છે જેનાથી Investment માં ઘણા બધા ફાયદા થયા છે. Smart Work થાય છે. તમામ Educators ખુબ જ ઉત્સાહ થી કામગીરી કરી શકે છે અને ગોપનીયતા જળવાય રહે છે.
10. ભવિષ્ય ના ગુજરાત નર્સિંગ અને વિદ્યાર્થીઓની વિશેનું તમારું શું આયોજન છે?
- મારા વિચારો નર્સિંગના ક્ષેત્ર માં ગુજરાતને ટોચ પર લઇ જવાના છે. Nursing Educationમાં ઘણા બદલાવ થયા છે. વધુ ફોકસ clinical side ને પણ કરવાનું છે. Specialty Course પર ફોકસ કરી અને તે પ્રમાણે ની Scope Clinical Side માં ઉભા થાય તેવા દિશામાં કામ કરવું છે. NPM course ગુજરાતમાં નામ અને ખ્યાતિ છે. તેને વધુ ને વધુ આગળ લઇ જવાના પ્રયાસ કરવા છે. Nurses ને empowered કરવાના તમામ પ્રયન્ત કરવાનું સ્વપ્નું છે. Clinical અને Education ક્ષેત્ર વચ્ચે લિંક કરવાનું આયોજન છે.
11. કોવીડ -19 ને ધ્યાન માં લઇ ને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ના કાર્યશૈલી માં કોઈ બદલાવ જોવો છો ?
- કોવીડ -19 ના સમય માં GNC ની વેબસાઈટ આશીર્વાદ સમાન સાબિત થઇ છે. work from home માં અમે સફળ રહ્યા છીએ. સરકાર માંથી કોઈ પણ માહિતી માંગવામાં આવી હોય કે પરિસ્થિતિ અનુસંધાને અમોને કોઈ પણ કામગીરી સોંપવામાં આવેલ હોય તો સમય મર્યાદામાં અમે કાર્ય કરવામાં સફળ થયા છીએ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલના તમામ સ્ટાફ તેમની ફરજ પ્રત્યે કટિબધ્ધ રહ્યા છે. અને મને તેમના પ્રત્યે ગૌરવ છે. ભવિષ્ય માં ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ગુજરાત ની વિચારધારા મુજબ વધુ આગળ વધીશું.
12. 12 મે ઇન્ટરનેશનલ નર્સીસ ડે , ફ્લોરેન્સ નાઇટિંગલ ડે ના દિવસે આપનો મેસેજ નર્સિંગ પ્રોફેશનલ અને નર્સિંગ ના વિદ્યાર્થીઓ માટે
- 12મી મે ઈન્ટરનેશનલ નર્સીસ અને મીડવાઇફ ડે નાં દિવસે આપ સર્વને સર્વ પ્રથમ તો મારી અપીલ છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ નર્સિંગ શપથ વેબસાઇટ પર મુકવામાં આવેલ છે તે મુજબ શપથ લઇ અને તેનુ આ મહામારીના સમયમાં પાલન કરે.
ખાસ એ કહેવું છે કે હું strongly believe કરું છું કે જે વિચારીએ તેવું થાય. આથી હકારાત્મક વિચાર રાખો અને હકારાત્મક વિચારને સપોર્ટ કરો. નર્સિસ સારું કાર્ય કરે છે તેની નોંધ વૈશ્વિક સ્તરે લેવાય છે અને એટલે જ WHO એ આ વર્ષને નર્સ અને મીડવાઇફ માટે જાહેર કરેલ છે. વિશ્વને આપણી પાસેથી ઘણી બધી આશાઓ છે અને વિશ્વાસ પણ છે અને એટલે જ ગવર્મેન્ટની પોલિસીમાં પણ નર્સિંગ વ્યવસાયને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ સમય છે જ્યાં આપણે ખરા ઉતરીને બતાવવાનુ છે અને નર્સિંગને વધુ ઊંચાઇઓ પર લઇ જવાના ઇતિહાસમાં આપણું નામ બોલાય તે દિશામાં પ્રયત્નો કરવાના છે. ખૂબ જ આગળ વધો નર્સિંગ પ્રોફેશનના ethnics અને conduct મુજબ કાર્ય કરો.
Proud to be a Nurse.
Thank you
ડો. પ્રજ્ઞા ડાભી
રજિસ્ટ્રાર
ગુજરાત નર્સિંગ કાઉન્સિલ
Valuable information. Lucky me I found your website by accident, and I am shocked why this accident did not happened earlier! I bookmarked it.
Tnq for comment keep visiting